શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 30 May 2009

પહેલા વરસાદ મા પહેલો પ્રેમ

પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,

વરસે દરિયા પર નદીનો પ્રેમ,

વરસે મારા પર તારો આ પ્રેમ

ઝરમર ઝરમર વરસાદ વરસે

આ એક જ છત્રીને આપને બે,

છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,

પહેલો સ્પર્શ પહેલા વરસાદનો

પહેલો સ્પર્શ છે તારા હાથ નો

લાગ્યો કરન્ટ જાણે વીજળી નો

વિજલીતો આકાશ મા ચમકી,

તુ તો મારી બાહુ મા ચમકી,

ના કાય ભાન હવે બસ પ્રેમ,

પડ મારા પર વીજળીની જેમ,

વરસે ધરતી પર આભનો પ્રેમ,

ભલે પડે આ ધરા પર વીજળી,

પડવા ન દે પ્રેમ પર વીજળી,

વાદળોની જેમ તકરાર ન કર,

ભલે તોફાન આવે ગગનમાં,

ન આવવા દે તોફાન પ્રેમમાં,

નદીઓ છલકાય વરસાદમાં,

મારું દિલ છલકાય તારા પ્રેમમાં

ભરત સુચક

Thursday, 28 May 2009

સ્વપ્નમાં સ્વપ્ન

સુહાની એક સાજ હતી,

હાથ માં તારો હાથ હતો,

આમાં બહુ વિચારો નહી,

આતો સ્વપ્નની રાત હતી,

સ્વપ્નમાં તમે આવ્યા હતા

સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા

દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,

દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,

તુ તો મારી જ છે આજે પણ કદા જ,

આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે

ભરત સુચક

Wednesday, 27 May 2009

રૂપિયા

તને મેળવવા માટૅ

કેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,

દોસ્ત ને પણ દુશ્મન બનાવ્યા હતા,

અને તને જમા કરતો જ ગયો,

મારા કબાટમાં,

અને છેલ્લા સમયે તને,

છોડી ને હે રૂપિયા,

ખાલી હાથે જવું પડ્યું હતુ

વિચારૂ છુ આ બધુ,

સુતા સુતા મારી કબર માં,


ભરત સુચક

Tuesday, 26 May 2009

દિલ નો દરબાર

તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે

ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,

ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,

રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,

રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું

આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા

તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,

તારુ રૂપ જોઇ ગૌરી મન ક્યા રહે હાથમાં,

પ્રેમથી વાત કરો છો પ્રેમ થી રાખો છો

પ્રેમમાં પડવું નથી,તોય તમે પાડો છો,

આંખો આંખોથી તમે આવ્યા છો મારી આંખોમાં,

આંખોમાં આવીને તમે છબી મૂકી મારી આંખોમાં,

બધ આંખો માં તમે દેખાવો છો,

દિવસે આવો છો મારા સપનો માં,

આખો આખોથી વાત કરી લો હવે,

થોડી પ્રણયની શરૂઆત કરી લો,

આ દિલમાં આવતા આવી જવાશે,

પણ બહાર જવાના નથી કોઇ રસ્તા

આ દરબાર છે મારા દિલ નો તેમાં,

તમે આવ્યા છો, સ્વાગત છે તમારું.

ભરત સુચક

Saturday, 23 May 2009

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ


બ્રહ્માંડ મા ફરતા ફરતા

નવ ગ્રહો

મારુ ભાગ્ય

નક્કી કરે

*****

માનવી ની દવા

સામે કુદરતે

આપ્યો

નવો રોગ

******

અન્યાયના પૈસા લઇને

રોજ જાય મદિરમા

પોતાના ગુના

ઓનો

હિસાબ કરવા

******

મહેનત થી હુ

મારુ

ભવિષ્ય લખુ

******

પૈસા થી વેચાય

નેતા

લોક્સભામાં

*****

જામીન નથી

પરવાનો છે

રોજ નવા

ગુના

કરવાનો

*****

ગયા જન્મોના

કંમૅ

આજ નુ

ભાગ્ય

*****

આજે રવિવારે

નહી મળૅ

ભગવાન

ભક્તોને

મદિરમા

*****

ગાડીમાં લટકાતો હતો

વગર ટિકિટૅને

પહોચી ગયો

પ્રભુને ધામ

ભરત સુચક

તોફાની વરસાદ

(આ કવિતા ૨૬ મી જુલાઈ ના દિવસ માં મુંબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમાં લખી છે.તે દિવસ પછી મુંબઇ ના લોકો વરસાદ થી જાણે ગભરાય ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાય છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તો વરસાદ ની મોસમમાં બે ત્રણ વાર તો બહુ પલળ્રુ છું કદા જ હજી પણ તમને બે ત્રણ મારી વરસાદ ની કવિતા વાંચવા મળશે)

તોફાની તોફાની વરસાદ

ધમ ધડાક ધમ ધમ વરસે

ને વાદળો નો થાય ગડગડાટ,

વીજળીની તો તડાફડી આગ જરતી,

ને વરસે તોફાની તોફાની વરસાદ,

ક્ષણમાં થઈ રેલમ છેલ મ પાણીની,

ગાડી બની છે નદી મીઠી,

ને ગાડા બન્યા છે તેના પાણી,

ને ગાડો આ તોફાની વરસાદ

કદા જ સાગર ઘેરી લે સે ધરતી,

બધી જ જગ્યા પાણી પાણી,

લોકો મા થઈ ગયો છે ઘભરાટ,

ડરાવે આ તોફાની તોફાની વરસાદ.

ભરત સુચક

ધર તમને ગમે છે ને?

દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને?

ઘરમાં તમે છો એકલાં,એકલાં તમને ગમે છે ને?

નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી ને

નજરોથી દિલમાં છો આવ્યા,જતા તો નહી રહો ને?

દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને?

દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને?

પ્રેમથી તમને રાખુ છું.આ પ્રેમ તમને ગમે છે ને?

અરમાન ઘણા છે,દિલના અરમાન પુરા કરશો ને?

ખુશ તમને બહુ રાખવા છે,શું ખુશ તમે રહેશો ને?

દિલ આપ્યુ તમને રહેવા,તોડીતો નહી નાખશો ને?

મારા છો એટલે હુ કહુ છું,મારા બનીને રહે શો ને?

ભરત સુચક

Friday, 22 May 2009

દિલ દય જાશે

દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દય જાશે

અદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખા ડી જાશે

નજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જાશે

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જાશે

નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દય જાશે

નથી મોહ સુંદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે

દિલમાં આવીને કોઈક આમ અમારી નીદર પણ લઈ જાશે

માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે

કામણ કોઈક ના ગમી જાશે કોઈક દિલ અમારું પણ લય જાશે

દિલની વાત જો કહી દઉ તો કોઈક અમને પણ હા કહી જાશે

નહોતી ખબર અમને કે આમ કોઇ અમારું ચેન પણ લય જાશે

ખાધા છે ધોકા પ્રેમમાં ઘણા કોઇ સાચો પ્રેમ અમને કરી જાશે


ભરત સુચક

Thursday, 21 May 2009

મેહુલિયો

મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાં

નીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં,

આજે મુરતિયો જાણે ઘોડા પર આવ્યો ગગનમાં,

ફટાકડા ઓની જેવો વાદળો કરે ગડગડાટ ગગનમાં

વીજળી તો જાણે કોઇ ભાગડાનો નાચ કરે ગગનમાં,

ધરતી ને આભમાં જાણે નાચગાન ની હરીફાઇ કરે

તારા સ્વાગતમાં પણ નાચગાન થાય ધરા પર ,

મોર કળા કરે છે,બાળકો થી પણ કયા રહેવાય ,

તારા આગમનથી દરેક જગ્યા પર હરિયાળી છે

ભરત સુચક

રામ નામ સત્ય છે

રામ બોલો ભાઇ રામ...!! રામ બોલો ભાઇ રામ ...!!

સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ,

આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ,

જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ?

રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી

ભરત સુચક

Wednesday, 20 May 2009

સમય

સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,

ભરત સુચક

હવા હવા

તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું,

મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ,

તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીત પાસે જા,

તેને સ્પર્શ કર જે પ્રેમથી તેના લાવ ખબર તુ,

તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસ માં,

હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!!

ભરત સુચક

Monday, 18 May 2009

જન્મકુંડલી

ગ્રહો ની તો વાત નિરાલી,

બ્રહ્માડંમાં ફરે કારણ વગર,

કોઇ ગ્રહ નડે છે કોઇ વેર વગર,

કોઇ બળ આપે કોઇ સ્નેહ વગર,

કોઇ સીધો ચાલે કોઇ ચાલે તેડો ,

કોઇ બેસે ત્યા શુભ,કોઇ બેસે ત્યા ભારી,

કોઇ ની દ્રષ્ટિ શુભ,કોઇ ની દ્રષ્ટિ ભારી,

જન્મ સમયે બ્રહ્માન્ડ નો નકશો

ગ્રહો ની સ્થિતિ એજ જન્મકુંડલી

ભરત સુચક

સાક્ષરતા

સાક્ષરતા તો જુઓ,

લોકો ત્યાજ થૂંકે છે,

જ્યા લખ્યું હોય છે

..........Don' t spit

ભરત સુચક

Saturday, 16 May 2009

અરિસો

કોઈને તુ ડોસો કહીને ચીડવે તું અભિમાન ના કર

પ્રભુ એ સૌને બનાવ્યા છે એની લીલા પર ના હસ

સત્ય ને તુ સમજ તને તારો અસલી ચહેરો દેખાડુ

તુ મારી સામે જો તને હુ તારુ પ્રતિબિંબ દેખાડુ

હુ અરીસો છું! હુ અરીસો છું!! જુઠ્ઠું કદીય ન બોલું હુ

ભરત સુચક

Friday, 15 May 2009

રાહુ

પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને

કદાજ મારી જાન થી પણ વધારે

પણ લગ્ન ની વાત તુ ના કર

મારા પપ્પા ના પાડે છે

આ સાંભળી હુ દોડ્યો જન્મકુંડલી લય જ્યોતિષી પાસે

જ્યોતિષી એ કહ્યુ હતું કે.........

પ્રેમલગ્ન નથી તારા નસીબમાં

તને રાહુ નડે છે

કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ભરત સુચક

સુખ અને દુખ

હુ કોણ છું? શું મારો પરિચય ?

હુ આત્મા છું કદા જ

જન્મો થી શરીર અને નામ બદૂલું છું.

હુ મન છું કદા જ

ચચળ છું વિચારો મા ભટકુ છું

ના હુ કોયના કાબુમાં રહુ.

કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ હુ આપુ

જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ અને દુખ

હુ આત્મા બનીને જો મનને કાબુ મા રાખુ તો

તો જીંદગી મા ક્યા છે સુખ અને દુખ

ભરત સુચક

વરસાદ

આવરે વરસાદ ...આવરે વરસાદ

જરા જોરથી વરસ,મુસળા ધાર વરસ.

ગાજ વીજ સાથ વરસ,અંધરા ધાર વરસ.

તારા આગમન ની તો તૈયારી પુરી થઈ છે

તને જોય ને ગરમી તો ખૂબ દુર ભાગી ગય છે

મોર કળા ક્રરે,દડકો ડ્રાંઉં ડ્રાંઉં ક્ર્રે

બાળકો ખુશીથી જોરથી ચીચી યારી પાડે છે

તારા આગમનથી તો ધરામાં હરિયાળી થય છે

ભરત સુચક

Thursday, 14 May 2009

રુપની રાણી

રુપ છે આપ નું રુપ આજે કાઇ બહુ ખીલ્યું છે.

જુલ્ફને છુટા રાખીને,નજરને નીચી રાખી ને

જુલ્ફ ચહેરા પર નાખો,પૂનમ અમાસ થાય જશે

લટ કપાળ પર પડે જેમ પહાડ પર ઝરણું પડે

નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થાય જશે

હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા

અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે

આપ ની ચાલતો ચાલ છે હરણ જેવી

તુ છે રુપ ની રાણી..!!તુ છે રુપ ની રાણી

ભરત સુચક

ચહેરો

નજર છે આપની નજર નથી એ જામનો પ્યાલો

નજરમા આપની નંશો શરાબ થી લાખ ગુણો છે

ચહેરો છે આપનો ચહેરો નથી એ ચાંદ જેવો

ચાંદમાં તો ડાઘ છે હુ ડાઘ વાલો નહી કહુ હુ.

ચહેરો છે આપનો કોઈ સ્વપ્નાની સુંદરી જેવો.

ધરતીકંપની જેમ તે દિલને હચમચાવી નાખે.

ભરત સુચક

રસ્તો તારા દીલ સુધી નો.

રસ્તો છે તેડો મેડૉ તારા ઘર સુધી નો.

એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો.

નઝર થી રસ્તો હતો કદા જ દિલ સુધી નો.

હતો રસ્તો ઘણા trafic વાલો તારા દિલ સુધી નો

ઘરેતો હેમખેમ પહોચી જવા સે કદા જ

નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો.

ભરત સુચક

વાહનસુખ

મારા હાથની હથેળીની રેખાઓ ને જોય ને...

એક જ્યોતિષી એ કહ્યું કે...........

વાહન સુખ નથી ...... તારી હથેળી માં..

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..

અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ભરત સુચક

Wednesday, 13 May 2009

બેવફા ને પ્રેમ

વાત કરે છે ઘણા પ્રેમ ની પણ કોઇ મજનુ બનતું નથી,

હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને,

પણ તે બેવફા ને

મે કર્યો તેને ખૂબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને,

ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બેહરા કાનમાં,

ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી,

જેને કદર નથી પ્રેમ ની,જે સમજે રમત પ્રેમને,

ના જો પ્રેમ નો જવાબ પ્રેમ મલે,તો સુ કરેછે પ્રેમ પ્રેમ?,

તો માર તેના પ્રેમ ને ગોલી,કર તેના પ્રેમ ની હોલી,

હસે કદા જ આ દુનિયા મા પ્રેમ,પણ તકદીર મા નથી પ્રેમ,

અફસોસ છે કે

ના તે લાયક હતી પ્રેમને પામવાની,

પણ તે વાત મારી જાણ બહાર હતી,

માર તુ થોકર તેના પ્રેમ ને,

ના પ્રેમ કર ભરત તુ એમને,

ભરત સુચક

Tuesday, 12 May 2009

જન્મદિવસ

જનનીઍ જન્મ આપ્યા પછી આવ્યા ઘણા આ જન્મદિવસ

જન્મો જન્મ ના પુણ્ય પછી આ દેહને મલ્યો છે મનુષ્ય જનમ

લોકોતો બહુ ઊજવે છે ધામધૂમ થી પોતાનો આ જન્મદિવસ,

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય, જન્મોજન્મ ની છે માયા છે જુઠી

વરસ ઓછું થાય આ જન્મનું,હુ કેમ ઊજવુ મારો જન્મ દિવસ

બાકી બહુ ઓછા બચ્યા છે આ જન્મના જન્મદિવસ

ભરત સુચક

વિચારો

ધોમ ધખતા તડકામાં હું ઊભો છું

વૃક્ષ બની

ફળ ને ફલ આપ્યા

છાયડો આપ્યો

ને મારી જાત આપી

તોય તે મારી ગરદન કાપી.

ભરત સુચક

Monday, 11 May 2009

પ્રેમમા

ઝનૂને પ્રેમમાં કાય કહેવાય ગયુ

જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ

તુ ટૉકસે એવો હતો ડર પણ,

તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ

આજકાલ હુ ચાલતો નથી જમીન પર

શું તમે જોયો મને આકાશ માં?

હાથમાં જો હાથ હોય તારો

સ્વર્ગ ની છે ક્યા જરૂર !!!!!!!!!!!!!!

હુ ઉડૂ જને આકાસ મા?


ભરત સુચક

તારા વગર

આજકાલ લાશ ફરે છે મારી,અને જીવ છે તારા મા,

હોઠ હસે છે મારા,પણ ખુશી તો તે શોધે છે તારા મા,

ઉઘ મા પણ હસે છે સ્વપ્ન જોઈ એ તારા,

જો તુ નદી તો હુ સમુદ્ર રાહ જોવું છું તારી,

લાસ પણ શ્વાસ લે ગુમસૂમ,વિશ્રામ નથી ,તારા વગર,

જેમ આત્મા ભૂત બનીને ભટકે,ચેન વગર,આરામ વગર,

એમ ભરત લાસ બનીને ભટકે,ચેન વગર, તારા વગર

શું જિંદગી?,શું ખુશી ?શું પ્રેમ?તારા વગર,તારા વગર,


ભરત સુચક

નઝર થી નઝર

નઝર થી આમ ન જોવો,અમને નઝર લાગે છે,

નઝર છે જામ નો પ્યાલો,અમને નઝર ચડે છે,

નઝર છે આપની એવી, મનને લાચાર ક્રરે છે,

નઝર ના તીર ચલાવી,તમે ધાયેલ કરીર્યો છે,

નઝર મા આપની ડૂબીને,અમે હોસ ખોયા છે,

નઝર મા આપની જાદુ,દિલ ને દિવાનો કરે છે

નઝર ના નિ દોષ ઇસારે દિલ પ્રેમમાં પડે છે,

નઝર થી નઝર મલે તો દિલ માં આગ લાગે છે,

નઝર થી નઝર ન મલે તો, દિલ બેચેન રહે છે,

નઝર નઝર મા ફસાઈ ગયો ભરત તડફડ્યા મારે છે


ભરત સુચક

બાબા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,

બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,

બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,

તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ...!

બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,

મારા બચપન મા બા

તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,

તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,

તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,

તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,

તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,

તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,

તારા બુઢાપા મા બા

તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,

તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,

બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,

બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,


તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,

મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,

બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,

બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,


-ભરત સુચક

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ


જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ


ભરત સુચક

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક