શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Tuesday, 26 May 2009

દિલ નો દરબાર

તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે

ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,

ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,

રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,

રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું

આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા

તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,

તારુ રૂપ જોઇ ગૌરી મન ક્યા રહે હાથમાં,

પ્રેમથી વાત કરો છો પ્રેમ થી રાખો છો

પ્રેમમાં પડવું નથી,તોય તમે પાડો છો,

આંખો આંખોથી તમે આવ્યા છો મારી આંખોમાં,

આંખોમાં આવીને તમે છબી મૂકી મારી આંખોમાં,

બધ આંખો માં તમે દેખાવો છો,

દિવસે આવો છો મારા સપનો માં,

આખો આખોથી વાત કરી લો હવે,

થોડી પ્રણયની શરૂઆત કરી લો,

આ દિલમાં આવતા આવી જવાશે,

પણ બહાર જવાના નથી કોઇ રસ્તા

આ દરબાર છે મારા દિલ નો તેમાં,

તમે આવ્યા છો, સ્વાગત છે તમારું.

ભરત સુચક

7 comments:

WildLife Lover 'રાજની' said...

ખુબ સુંદર રચના છે...

shilpa prajapati said...

પણ બહાર જવાના નથી કોઇ રસ્તા

good one...
keep it...

PARESH said...

આ દરબાર છે મારા દિલ નો તેમાં,
તમે આવ્યા છો, સ્વાગત છે તમારું.


દિલના દરબારની તો વાત જ નીરાળી ! કોઇ તમારું દિલ ચોરે અને કોઈને તમે ઋદયના સિંહાસન પર સ્વયં આસનસ્થ કરો તેમાં આભ જમીન નો ફરક છે. એક વાર મેં પણ દિલના દરબાર મા પધારવાનું કોઈને આમંત્રણ આપ્યું હતું !


મારા દિલના દરબારમાં એક વાર પધારજે તું નાથ. અહી તારા રાજ દરબાર જેવો વૈભવ નથી. ને વળી ઐશ્વર્ય પણ નથી તેવું. અહી લાગણીની ભીનાશ છે. ને ઊર્મી નો ઉજાસ છે. તારા પ્રગાઢ સાનિધ્ય થી જન્મેલા નિઃશ્વાસની ઉષ્મા છે. તથા તારી પ્રત્યેના પ્રેમના ખીલવાનો પમરાટ છે. દેવતાઓની ભીડથી દૂર આત્માની હૂફમાં મારા ઋદયના સિંહાસન પર બિરાજી તો જો ! મારું રોમ રોમ પુલકિત થઈને તારી જ માટે નર્તન કરશે. શ્વાસોની સીતારી બજાવતુ ઋદય ધક ધક કરતુ મ્રુદંગ વગાડશે. ને આંખો અશ્રુ થકી તારી જ આરતી ઉતારશે ! સ્વર્ગના સુખ સામે મારા પ્રેમની સાદગીથી તને સ્વર્ગેય ભુલાવી દઈશ હો પ્રિયતમ ! તું એકવાર આવી તો જો !

POONAM said...

khub saras rchnaa..
gooooood ha...
:)

sapana said...

very nice presentation of love.
Sapana

Mayur said...

તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.
બસ આમ જ લખતા રહો.....

હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

મારો નવતર પ્રયોગ "હાઇકુ ગઝલ" અવશ્ય વાંચજો
હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

મારા બ્લોગની લીંક છે.
www.aagaman.wordpress.com

મયુર પ્રજાપતિ

ankit said...

saras saras aavviij rite badha,
lakhta rehjoo kavitaa,
khabr naiii aa duniyaa kevii 66,,,
pannn kavita lakhinee entetain karta rehjoo...

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક