શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Wednesday, 27 May 2009

રૂપિયા

તને મેળવવા માટૅ

કેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,

દોસ્ત ને પણ દુશ્મન બનાવ્યા હતા,

અને તને જમા કરતો જ ગયો,

મારા કબાટમાં,

અને છેલ્લા સમયે તને,

છોડી ને હે રૂપિયા,

ખાલી હાથે જવું પડ્યું હતુ

વિચારૂ છુ આ બધુ,

સુતા સુતા મારી કબર માં,


ભરત સુચક

4 comments:

PARESH said...

કેટલું કડવું સત્ય ! અને છતાં તેનાથી કોઇ જ અલિપ્ત નહીં ? એકવાર એવું થયું કે....

ગામમાં હાથી આવ્યો. અમે જોવા દોડ્યાં.
કોઈ એ કેળું આપ્યું. હાથી મોંમાં મુકિને ખાઈ ગયો.
કોઈ એ રૂપિયો આપ્યો. હાથી એ મહાવતને અંબાવી દીધો.
તેય સમજતો હતો...રૂપિયા ન ખવાય !

shilpa prajapati said...

ખાલી હાથે જવુ પડ્યુ હતુ

વિચારૂ છુ આ બધુ,

સુતા સુતા મારી કબર માં,

nice idea che........

hu pan kaik kahu to
સાથે તો કશું જ આવવાનું નથી,
આવશે માત્ર તો આપણા કમૉ જ.
ખાલી હાથે આવ્યા હતા આ જગતમાં
ને ખુલ્લા હાથે જ વિદાય લેવાની છે.
જે ભાથુ લઈ ને જવાનુ છે તેની તો,
તરફ આપણુ લક્ષ્ય જ નથી લાગતુ,
રૂપિયાનો ઢગલો જોડે નથી આવવાનો,
તોય દિન-રાત તેની પાછળ આંધળી ડોટ.........
શિલ્પા પ્રજાપતિ....

sapana said...

Very nice BharatBhai,
paisone parmeshvar manvavala mate chabkho chhe.
Sapana

sneha-akshitarak said...

ekdam khari vat kahi bharatji..totally agree with your thoughts...keep it up..pachi nirate fari aanto maris dost.

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક