શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 21 May 2009

મેહુલિયો

મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાં

નીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં,

આજે મુરતિયો જાણે ઘોડા પર આવ્યો ગગનમાં,

ફટાકડા ઓની જેવો વાદળો કરે ગડગડાટ ગગનમાં

વીજળી તો જાણે કોઇ ભાગડાનો નાચ કરે ગગનમાં,

ધરતી ને આભમાં જાણે નાચગાન ની હરીફાઇ કરે

તારા સ્વાગતમાં પણ નાચગાન થાય ધરા પર ,

મોર કળા કરે છે,બાળકો થી પણ કયા રહેવાય ,

તારા આગમનથી દરેક જગ્યા પર હરિયાળી છે

ભરત સુચક

2 comments:

shilpa prajapati said...

wow so nice poem .....
વાદળૉ એ કયોઁ ગડગડાટ ફ્ટાકડાઑની જેવો,
વીજળી તો જાણૅ કોઇ ભાગડાનો નાચ કરે ગગનમા,
ધરતી ને આભંમા જાણૅ નાચગાન ની હરીફાઇ કરે
તારા સ્વાગતમા ધરા પર પણ નાચગાન થાય,
supap મેહુલિયો ..poem..........

hu kai kahu to
આવ મેહુલિયા આવ મેહુલિયા.
આજે માટી નેય પણ મંહેકવુ છે.
વૃક્ષો નેય મન મુકીને નાહવુ છે.
બાળકોને કાગળની હોળીને તરાવવી છે.....

PARESH said...

આજે મેહુલિયો ચડ્યો છે વરઘોડૅ ગગન માં,
ફ્ટાકડા જેવો વાદળૉ કરે ગડગડાટ ગગનમા,
વીજળી તો જાણૅ કોઇ ભાગડાનો નાચ કરે ,
નાચ ની હરીફાઇ કરે ધરતી ને ગગનમા,
તારા સ્વાગતમા ધરા પર નાચગાન થાય,

આમ મદહોશ બનીને મદમસ્ત મેહુલિયો છાટકો થઈને આભ ને ધરતીને એકાકાર કરી નાખે ત્યારે ચોક્કસ તેની દીવાનગી જોઈ મન ઝૂમી જ ઊઠે ને તેના પ્રિયતમને કહેવાનું મન થઈ જાય કે....

કોઈ ઊછળતું કૂદતું ગાય છે ! તો કોઈ કિનારે ઘૂઘવાય છે ! કોઈ ટમટમે છે રાતભર ! તો કોઈ રાત આખી રેલાય છે ! કોઈ કરતું ઊડાઊડ ! તો કોઈ ખીલીને કરમાય છે ! કોઈ ઝબૂકિ જતું પલભર ! તો કોઈ આમજ વરસી જાય છે ! કોઈ કુંજતું, કોઈ ગહેકતું, કોઈ ગર્જતું, કોઈ ટહુકતું, કોઈ પ્રગટતું, કોઈ રણકતું, તો કોઈ નજરો ઢાળી જાય છે...ઓ પ્રિયતમ ! આ તો સૌનાં પ્રેમની ભાષા છે અલગ અલગ...જોને કેવાં દિવાનાં છે સૌ તારાં જ પ્રેમમાં !

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક