શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 29 June 2009

કહો છો પ્રેમ કરો છો બહુ

કહો છો પ્રેમ કરો છો બહુ,
પ્રેમ થી વાત કરો છો બહુ,
પ્રેમ થી જોવો છો મને બહુ,
કદાચ પ્રેમ કરો છો મને બહુ?

મળતા ગભરાવ છો બહુ,
કેવી રીતે પ્રેમ કરશો બહુ?
પ્રેમને સમજો તમે પહેલા,
ને પછી કહો પ્રેમ કરો છો બહુ

સપનામા આવો છો બહુ,
મળો ત્યારે દુર રહો છો બહુ,
નજરો થી તીર મારો છો બહુ,
ને કહો છો પ્રેમ કરો છો બહુ,

જમાનો જાલિમ છે બહુ,
તમે નાદાન છો બહુ ,
જમાનાથી ગભરાવ છો બહુ,
ક્યાંથી કરશો તમે પ્રેમ બહુ?

ગમો છો તમે મને બહુ,
પણ તડપાવો છો મને બહુ,
દિલમાં મારા આવીને તમે,
ભાગડાનો નાચ કરો છો બહુ,

આ રસ્તા કંટાળા છે બહુ,
પડતા પહેલા વિચારો બહુ,
પ્રેમ મા જો તમે પડૉતો
પ્રેમ મને કરો તમે બહુ બહુ

ભરત સુચક

2 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
vaishali said...

bahu j saras che aa kavita.........

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક