શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 17 June 2010

બોલે તેના બોર વેંચાયઅને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

બોલે તેના બોર વેંચાય

અને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

દીકરી ને ગાય દોરે ત્યાં જાય

અને આજકાલ ફાવે ત્યાં જાય તો હું શું કરું?

ગાજ્યા મેઘ વરસે નહિ

પણ આજકાલ તો ગાજી ને જ વરસે છે ને ? તો હું શું કરું ?

ભસ્યા કૂતરા કરડે નહિ

પણ ક્યાં તેઓ પૂછીને કરડે છે તો હું શું કરું ?

પાપી પેટનો સવાલ છે

આ વાત પાપીઓ ના પેટની છે તો હું શું કરું?

અધૂરો ઘડો છલકાય ઘણો

પણ યાર આખો ઘડો છલકાય છે તો હું શું કરું ?

ચોરનો ભાઈ ઘંટીચોર

પણ ભાઈ બીજુએ કાઈ ચોરતો હસે તો હું શું કરું?

ડાહી સાસરે જાય઼ ને ગાંડી શિખામણ આપે

ભલે આપે તો યાર હું શું કરું? આપવા દોને

ખાલી ચણો વાગે ઘણો

ભરેલોય વાગે છે યાર તો હું શું કરું?

ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો

પણ યાર ગામ નો તો છે ને ? પણ તો યે હું શું કરું?

ભેંશ આગળ ભાગવત

પણ યાર ત્યાં શું કામ વાચો છો? તો હું શું કરું?

ખાડો ખોદે તે પડે

પણ યાર બીજાએ ખોદયો તોયે તું પડ્યોને ?તો હું શું કરું ?

જરા જોઈને ચાલ ને કઈ પણ બોલે છે ક્યારનો બકવાસ કરે છે

ભરત સુચક

3 comments:

Vasant Dabhi said...

Nice one...!!
I like it.

Drashti said...

Very nice....
And true...

hemen said...

Maza Aavi gai Bharatbhai.

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક