શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 12 June 2010

ઘર

ઘર મારું જોઇલો જાણે દરિયો
લાગણીની ભરતી અને નફરતની ઓટ છે
દિવાલોમાં મારા બચપનની નોટ છે
ઘરના ખુણે ખુણે મારી બાનો પ્રેમ છે
બહેનોના હાસ્યનો કેવો ખડખડાટ છે
બારી ખોલો તો યાદોનુ તોફાન છે
દિવાનખાનુ જાણે રમતનું મેદાન છે
ભાઇ સાથે કર્યા મે અહી કેટલા યુધ્ધો
શયનખડંમાં તો આરામ જ આરામ છે
જો સ્વર્ગ હોઇ દુનિયામાં તોતે મારુ ઘર છે

ભરત સુચક

No comments:

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક