શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Sunday, 11 July 2010

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ
કેમ છો?જેવો વાહિયાત સવાલ પૂછે જો દોસ્ત
તો દોસ્ત તેનો જવાબ શું દઈએ?
મજામા ના હોઈએ તોયે દોસ્ત શું મજામા કઈએ?
થોડું શું બનાવટી હાસ્ય દઈ દઈએ?
આજકાલ દેખાતો નથી?સામે જ હું ઉભો છુ તોયે દોસ્ત
આવો સવાલ પૂછે તો તેનો જવાબ શું દઈએ ?
(શું તેને કહીએ હું તો અહિયા જ છુ તારી આંખોની થોડી તપાસ કરી લઈએ)
મોબાઈલ નંબર માગે જો દોસ્ત શું મોબાઈલ નંબર પાછો દઈ દઈએ?
(શું તેને કહીએ કે મોબાઈલમાં તો છે જ નંબર ક્યારેક ફોન પણ કરીલે)
બનાવટી જીદગી નાં બનાવટી સવાલો ના બનાવટી જવાબ ક્યાં સુધી દઈએ?

ભરત સુચક

Saturday, 10 July 2010

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

એક બેવફાઈ આપની દિલને ડખી ગઈ


જે દિલમાં હતી તું તે દિલને તોડી ગઈ

દિલ કોઈનું બને તેવું તું ક્યાં છોડી ગઈ


જે સપનામાં હતી તું તે સપના તોડી ગઈ

દિલ કોઈના સપના જોવે તેવું ક્યાં છોડી ગઈ

લાગણી કે પ્રેમ ક્યાં બચ્યું હતું શરીરમાં

એક જીવતી લાશને તું અહી છોડી ગઈ

ભરત સુચક

Thursday, 8 July 2010

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં
ભરત સુચક

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક