શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Wednesday, 4 August 2010

પણ જુવાની છે જવાની

જુવાની છે સુહાની
છે તે ખુબ મજાની
જવાની છે દીવાની
ચમક તેની જોવાની

રાત તો છે સુવાની
જાગો તોય મજાની
સ્વપ્નની વાત સુહાની
મજા પડે જોવાની

દિવસની વાતઅનોખી
કહે સૌ નોખી નોખી
તમારી ને અમારી
વાત છે સૌથી નોખી

જુવાની ની કહાની
છે અલગ બધાની
વાત તેની કહેવાની
સાભળો સૌની જુબાની

શું વાત છે હોઠોની
શું વાત તે જુલ્ફોની
કે હરણ સી ચાલની
આયના ની જુબાની

જુવાની ચાર દિવસની
રોકયે તે નાં રુકવાની
જુવાની છે સુહાની
પણ જુવાની છે જવાની

ભરત સૂચક

No comments:

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક