શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 7 August 2010

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ,


દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ,
ઘણા સમયે મળ્યો છે તો સુખદુખ જાણી લઈએ,

ગમ હોય તારા દિલમાં,તો દોસ્ત દર્દ મને ઉપડે,
ખુશી ના માહોલમાં, તો દોસ્ત તું જ મને સાંભરે,

તારી જીતમાં મારી જીત, તારી હારમાં મારી હાર,
તારા માંટે તો દોસ્ત દુનિયા આખીથી લઉં હું વેર,

પ્રેમ વરસે તારો અનરાધાર,દિલને તારોજ આધાર,
તું મળેના કોઈક વાર,તો ફેલાય બધે જ અધાર,

તું મારા જીવનનો પ્રકાશ,તું ખુશી ભર્યો સહવાસ,
તું મારા હૈયાની હળવાશ,તું મારી આંખોની ભીનાશ,

તું ના હોય આસપાસ,તો દિલને તારો જ આભાસ,
દિલને તારી જ આશ,તું રહે હમેશા મારી જ પાસ,

હોય તું દુર કે પાસ,હમેશા મારા દિલમાં તારો વાસ,
તારા હોવાનો અહેસાસ, એજ મારા જીવનનો શ્વાસ,

તોડે દુનિયા જો વિશ્વાસ,તું આવી જાજે મારી પાસ,
પ્રેમ આપનો નિસ્વાર્થ,રાહ જોશે મારો અંતિમ શ્વાસ,

ભરત સુચક

1 comment:

Anonymous said...

તમારા જેવા લોકો નાં પ્રયત્નો થી ગુજરાતી સાહિત્ય ઇન્ટરનેટ જગતમાં અત્યારે ઘણુજ સમૃદ્ધ થય રહ્યું છે.

www.ourgujarat.co.cc

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક