શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 3 January 2011

મારું દિલ એવું તે કેવું મારું દિલ એવું તે કેવું

મારું દિલ એવું તે કેવું મારું દિલ એવું તે કેવું,
કોઈના પ્રેમમાં પડ્યું કેવું,
જેના સપના જોવે એશીનેવું,
તેજ તોડે મારું દિલ તે કેવું,


-ભરત સુચક

જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો,

જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો,
હવે તો જામના પ્યાલાથી, અમને ક્યા નસો ચડે છે,

તમારી વાળની આ લટ,તમારી આખો પર પડે છે,
તમારી વાળની આ લટ,અમારી આખોમાં ખટકે છે,

તમારા હોઠ ગુલાબી છે, તમારા હોઠોના અમે સરાબી છે,
સરાબ પિતા નથી અમે કદી,પણ હોઠોના પાન કરવા છે,

તમારી જબાન છે બહુ મીઠી, જબાન પર લગામ લગાવો ને,
અમે મીઠું ખાય નથી સકતા,અમને મધુપ્રમય સતાવે છે,

તમારી ચાલ છે બહુ ચચળ, કમર થોડી હલાવોને,
તમારી ચાલ જોઈને, બિચારું હરણ બહુ સરમાય છે,

અમે જો આવીએ તારા દિલમાં, ના નીકળીએ કેમે કરીને,
તમે જો આવો મારા દિલમાં,અમે બહુ પ્રેમ થી રાખીએ,

ભરત સુચક

Tuesday, 12 October 2010

પડ પડ પડ ક્યાય પણ પડ બસ પ્રેમમાં ના પડ

પડ પડ ક્યાય પણ પડ બસ પ્રેમમાં ના પડ
જડ જડ છે આ દુનિયા દિલને ઘાયલ નાં કર
તડ તડ પડશે દિલમાં તડ બસ પ્રેમમાં નાં પડ
પળ પળ ખુબ કીમતી છે આ પળ,તેને પ્રેમમાં ના વેડફ
બળ બળ હોય કેટલુંય બળ તો પણ પ્રેમમાં નાં પડ
કહ્યું હતું પ્રેમમાં નાં પડ તોયે કરી તે ખુબ ચડપડ
બસ હવે તો આખી જીદગી રડ રડ રડ રડ રડ
ભરત સુચક

આંખો આંખો માં અમે હોશ ખોયા છે

આંખો આંખો માં અમે હોશ ખોયા છે

દિલ બેચેન છે જ્યારથી તમને જોયા છે

કપાળ પર વારમવાર મસ્ત લટ પડે છે

એ સાથે હોય ત્યારે મારો વટ પડે છે

જો એ હસે તો ગાલો પર ખાડો પડે છે

મારા જેવા ભોળા અહી ઘણા પડે છે

હોઠો પર એમના ગુલાબી લાલી છે

ગુલાબી હોઠોને ચુમાંવાનું મન કરે છે

દાત એમના જાણે મોતીની માળા છે

એજ હમેશા હસીને ચેનચાળા કરે છે

એની ચાલની સામે હરણની ચાલ પાણીભરે છે

એના રૂપની સામે અમને ચાંદ કદરુપો લાગે છે

દિલ જાગતાય તેમના સપના જોવે છે

બધ આંખે પણ આજે એ અમને દેખાય છે


ભરત સુચક

Saturday, 7 August 2010

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ,


દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ,
ઘણા સમયે મળ્યો છે તો સુખદુખ જાણી લઈએ,

ગમ હોય તારા દિલમાં,તો દોસ્ત દર્દ મને ઉપડે,
ખુશી ના માહોલમાં, તો દોસ્ત તું જ મને સાંભરે,

તારી જીતમાં મારી જીત, તારી હારમાં મારી હાર,
તારા માંટે તો દોસ્ત દુનિયા આખીથી લઉં હું વેર,

પ્રેમ વરસે તારો અનરાધાર,દિલને તારોજ આધાર,
તું મળેના કોઈક વાર,તો ફેલાય બધે જ અધાર,

તું મારા જીવનનો પ્રકાશ,તું ખુશી ભર્યો સહવાસ,
તું મારા હૈયાની હળવાશ,તું મારી આંખોની ભીનાશ,

તું ના હોય આસપાસ,તો દિલને તારો જ આભાસ,
દિલને તારી જ આશ,તું રહે હમેશા મારી જ પાસ,

હોય તું દુર કે પાસ,હમેશા મારા દિલમાં તારો વાસ,
તારા હોવાનો અહેસાસ, એજ મારા જીવનનો શ્વાસ,

તોડે દુનિયા જો વિશ્વાસ,તું આવી જાજે મારી પાસ,
પ્રેમ આપનો નિસ્વાર્થ,રાહ જોશે મારો અંતિમ શ્વાસ,

ભરત સુચક

Wednesday, 4 August 2010

પણ જુવાની છે જવાની

જુવાની છે સુહાની
છે તે ખુબ મજાની
જવાની છે દીવાની
ચમક તેની જોવાની

રાત તો છે સુવાની
જાગો તોય મજાની
સ્વપ્નની વાત સુહાની
મજા પડે જોવાની

દિવસની વાતઅનોખી
કહે સૌ નોખી નોખી
તમારી ને અમારી
વાત છે સૌથી નોખી

જુવાની ની કહાની
છે અલગ બધાની
વાત તેની કહેવાની
સાભળો સૌની જુબાની

શું વાત છે હોઠોની
શું વાત તે જુલ્ફોની
કે હરણ સી ચાલની
આયના ની જુબાની

જુવાની ચાર દિવસની
રોકયે તે નાં રુકવાની
જુવાની છે સુહાની
પણ જુવાની છે જવાની

ભરત સૂચક

Sunday, 11 July 2010

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ
કેમ છો?જેવો વાહિયાત સવાલ પૂછે જો દોસ્ત
તો દોસ્ત તેનો જવાબ શું દઈએ?
મજામા ના હોઈએ તોયે દોસ્ત શું મજામા કઈએ?
થોડું શું બનાવટી હાસ્ય દઈ દઈએ?
આજકાલ દેખાતો નથી?સામે જ હું ઉભો છુ તોયે દોસ્ત
આવો સવાલ પૂછે તો તેનો જવાબ શું દઈએ ?
(શું તેને કહીએ હું તો અહિયા જ છુ તારી આંખોની થોડી તપાસ કરી લઈએ)
મોબાઈલ નંબર માગે જો દોસ્ત શું મોબાઈલ નંબર પાછો દઈ દઈએ?
(શું તેને કહીએ કે મોબાઈલમાં તો છે જ નંબર ક્યારેક ફોન પણ કરીલે)
બનાવટી જીદગી નાં બનાવટી સવાલો ના બનાવટી જવાબ ક્યાં સુધી દઈએ?

ભરત સુચક

Saturday, 10 July 2010

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

એક બેવફાઈ આપની દિલને ડખી ગઈ


જે દિલમાં હતી તું તે દિલને તોડી ગઈ

દિલ કોઈનું બને તેવું તું ક્યાં છોડી ગઈ


જે સપનામાં હતી તું તે સપના તોડી ગઈ

દિલ કોઈના સપના જોવે તેવું ક્યાં છોડી ગઈ

લાગણી કે પ્રેમ ક્યાં બચ્યું હતું શરીરમાં

એક જીવતી લાશને તું અહી છોડી ગઈ

ભરત સુચક

Thursday, 8 July 2010

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં
ભરત સુચક

Wednesday, 30 June 2010

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર
મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર

મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર
મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર

મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર
તકદીરમાં હસે તે મલસે,તું દોડ દોડ ન કર

મનમાં હસ કે રડ જાહેરમાં ખુશીકે શોક ન કર
બધ મુઠી લાખની મનની વાત તું જાહેર નકર

મન રે તું સાગર,મનમાં ભરતી ને ઓટ ન કર
તારામાં છે ધીરજ ના મોતી તેને કોલસો ન કર

મનને કોઈ શકે બાધી?આવી તું કોશિશ ન કર
મનને ન માર તું, મનનું સંભાળ,તે કહે તેમ કર

ચાંદ પર ન ફર આભને આંબવાની કોશિશ ન કર
ખુશીમાં નહસ ગમમાં ન રડ મનને સ્થિતપ્રગ્ન કર

ભરત સુચક

Monday, 28 June 2010

દોસ્ત દુશ્મન

દોસ્ત કોણ છે ? દુશ્મન કોણ છે ? તે ક્યા હવે સમજાય છે?

દુશ્મન નાકરે દોસ્ત કરી જાય છે ગમોનો ટોપલો દઈ જાય છે

કાંટાની વાત જવાદો હવે તો મને ગુલાબની એલરજી થાય છે

દોસ્તોની દોસ્તી જોઈ હવે તો દુશ્મનો પર પણ ભરોસો થાય છે


ભરત સુચક

Tuesday, 22 June 2010

મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી

મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી
મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે

કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો
દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે?

તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો
શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે?

જીવતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે
કુદરત પણ જુઓ અહી કેવળ મરેલાને જ તારે છે.

કદર શું કરસે મારા જીવનની ક્યારેય આ જગત
કે જ્યાંનાં લોકોતો કેવળ મરેલાને જ વખાણે છે.

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ'
મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે

ભરત સુચક

Sunday, 20 June 2010

મુક્તક

મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે
પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે
નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે
જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે?
ભરત સુચક

Saturday, 19 June 2010

મુક્તક

મારી પ્રતિષ્ઠા,મારી આબરુ ,મારી જાહોજલાલી
જોઈ મારા જીવન પર્યત તેઓ ખુબ બળ્યા
આજે મારી ચિતામાં બળતા ચંદન નાં લાકડા
જોઈ આજે આ મરણપ્રસગે પણ તેઓ બળ્યા

ભરત સુચક

Friday, 18 June 2010

માનવી અને ઈશ્વર

નાદયા નાપ્રેમ નાંવિશ્વાસ નાંમાણસાઈ માનવી પથ્થર બન્યો
ને પથ્થરમાં કરી પ્રાણપ્રતિષ્ઠા ઈશ્વર તનેય પથ્થરનો બનાવ્યો

દયા છે ,કરુણા છે ,પ્રેમ છે;તુંજમાં હે ઈશ્વર તને કોણ કહે પથ્થર
અમૃતમંથન વખતે અમૃત દેવોને આપી તે જેર પીધું ભોલે શકર

ભરત સુચક

Thursday, 17 June 2010

બોલે તેના બોર વેંચાયઅને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

બોલે તેના બોર વેંચાય

અને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

દીકરી ને ગાય દોરે ત્યાં જાય

અને આજકાલ ફાવે ત્યાં જાય તો હું શું કરું?

ગાજ્યા મેઘ વરસે નહિ

પણ આજકાલ તો ગાજી ને જ વરસે છે ને ? તો હું શું કરું ?

ભસ્યા કૂતરા કરડે નહિ

પણ ક્યાં તેઓ પૂછીને કરડે છે તો હું શું કરું ?

પાપી પેટનો સવાલ છે

આ વાત પાપીઓ ના પેટની છે તો હું શું કરું?

અધૂરો ઘડો છલકાય ઘણો

પણ યાર આખો ઘડો છલકાય છે તો હું શું કરું ?

ચોરનો ભાઈ ઘંટીચોર

પણ ભાઈ બીજુએ કાઈ ચોરતો હસે તો હું શું કરું?

ડાહી સાસરે જાય઼ ને ગાંડી શિખામણ આપે

ભલે આપે તો યાર હું શું કરું? આપવા દોને

ખાલી ચણો વાગે ઘણો

ભરેલોય વાગે છે યાર તો હું શું કરું?

ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો

પણ યાર ગામ નો તો છે ને ? પણ તો યે હું શું કરું?

ભેંશ આગળ ભાગવત

પણ યાર ત્યાં શું કામ વાચો છો? તો હું શું કરું?

ખાડો ખોદે તે પડે

પણ યાર બીજાએ ખોદયો તોયે તું પડ્યોને ?તો હું શું કરું ?

જરા જોઈને ચાલ ને કઈ પણ બોલે છે ક્યારનો બકવાસ કરે છે

ભરત સુચક

Wednesday, 16 June 2010

હું ગુજરાતી, હું ગુજરાતી


હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,

ભરત સુચક

Monday, 14 June 2010

પ્રેમ તો છે પ્રેમ !!પ્રેમ તો છે પ્રેમ!!


પ્રેમ તો છે પ્રેમ !!પ્રેમ તો છે પ્રેમ!!
આકર્ષણ નું છે આ આવરણ કે છે આ પ્રેમ
ના જો તું ઉમરનો તફાવત કે નાત જાત
જો તું પ્રેમ કરેતો જો મારા દિલને
પ્રેમ તો પ્રેમ છે ના સમજ તેને રમત
તું આપ દિલ મને હું જાન આપીશ તને

ભરત સુચક (૧૪/૬/૨૦૧૦)

Saturday, 12 June 2010

સુહાની છે સાજને એ મળે પણ ખરી

સુહાની છે સાજને એ મળે પણ ખરી

કળી બાગમાં ભમરાને મળે પણ ખરી

આંખો મળે અને દિલ ધડકે પણ ખરું

વાદળો ગગડેને વીજળી ચમકે પણ ખરી

આપણા વચ્ચે વાત થાય પણ ખરી

ઢેલ મોર સાથે આજ ટહુકે પણ ખરી

સામેથી જાય ચાલી પછી વળે પણ ખરી

ભરતી પછી ઓટ આવે પણ ખરી

દિલથી દિલ બદલાય જાય પણ ખરું

હસતા હસતા તે જીદગીમાં આવે ખરી

ભરત સુચક

અઝીઝ ટંકારવીની ”રસ્તામાં સહજ એ મળે પણ ખરી” પ્રેરણા લઈને

ભાગ્ય

મારું ભાગ્ય તને લખવા આપ્યું હતું પણ………

હવે મારું ભાગ્ય હું જ લખીશ મારી મહેનત થી

-ભરત સુચક

દિલમાં દર્દ જેવું રહ્યા કરે

તને ના મળું તો દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
ડોક્ટર ને કરી ફરિયાદ દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
ડોક્ટર કરી સારવાર પણ દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
લોહી ની કરી તપાસ તો લોહીમાં તારા પ્રેમ ના પ્રેમના કણ મળ્યા,
દિલના X-RAYની કરી તપાસ તો દિલમાં તારી છબી દેખાણી !!!!!!!!!!!!!

-ભરત સુચક

શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!

શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!

લાચ લેતા પકડાઇ ગયા તો લાચ આપી ને છુટી ગયા !!

ગુના કરતા પકડાઇ ગયા તો જામીન મેળવીને છુટી ગયા !!

પોલીશની કાર્યવાહી ચાલતી રહે એક તરફ !!

કોર્ટંમા તો કેસ ચાલતા ચાલતા રહે બીજી તરફ!!

ગુનાઓ તો ચાલ્યા કરે ચારે તરફ!!!!!!!!!!!!!!!!!!!!!!

શુ વાત છે હિન્દુસ્તાનની !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ભરત સુચક

આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!

આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!

ઘરબાર વેચીને તમે ક્યારેય ન વસાવતા કોઇ શેર
જ્યારે કિમત ઘટે ત્યારે વસાવો તમે જે ગમેતે શેર
જ્યારે કિમત વધે ત્યારે વેચી નાખો જે હોય તે શેર
જો ચાલસો તેનાથી ઉલટા તો તુટી જસે તમારી કેડ…આ છે શેરબજારના શેર!!

તમે ગુમાવ્યા જો પૈસાતો શેર પરના રાખો કોઇ વેર
તમે શુ કરવા વસાવ્યા આટલા બધા શેર ના શેર
વિચારીને લો તમે શેર,પૈસાની રાખો તમે થોડી કેર
શેરબજારમા થઇ જસે તમારા શેરના ક્યારે સવા શેર…આ છે શેરબજારના શેર!!

કોઇ ન્યાલ થઇ જાય કોઇક વાર લઇ ને શેર ના શેર
કોઇ પાયમાલ થાય ક્યારેક લઇ ને કોઇ તોફાની શેર
દર વખતે મલસે પૈસા એવો નથી આ કોઇ સીધો ખેલ
આ તો છે તકદીરનો ખેલ,બિચારો શુ કરે કોઇ શેર…આ છે શેરબજારના શેર!!

કોઇકવાર મલે જો બોનસ એક શેર પર બીજો એક શેર
કોઇકવાર લાખના બાર હજાર કરે શેરબજારનો કોઇ શેર
ભાવ ઘટે તે પહેલા તમે વેચી નાખો શેરબજારમાં શેર
લે વેચ આવડે તો જ લેજો શેરબજારમાં ક્યારેક શેર…આ છે શેરબજારના શેર!!

ભરત સુચક

”ઈશ્વર ખોવાયો”

(‘સાગર’ભાઈ રામોલિયા અને ભરત મકવાણા ‘મીત્ર’ ના એક કાવ્ય ની પ્રેરણા લઈ ને)

ખુન ખરાબી અને કત્લેઆમ ઈશ્વર ખોવાયો,
અસત્ય અને બધે ભ્રષ્ટાચાર ઈશ્વર ખોવાયો
મુક્પ્રેશક બનીને કા જો ? ,હવે તો ન્યાય કર
નહીતો હશે જાહેરાત તારી અખબાર માં!!!! ”ઈશ્વર ખોવાયો”

-ભરત સુચક

સૌથી મોટો રૂપિયો

સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

-ભરત સુચક

“દાને દાને પે લીખા હૈ ખાનેવાલોકા નામ

લાખો એવા છે કે બે વખત નું જમવાનું નથી હોતું નસીબમાં
લાખો એવા છે કે જે વધારે ખોરાક લઈને વેડફી નાખે છે થાળીમાં
કહેવાય છે કે “દાને દાને પે લીખા હૈ ખાનેવાલોકા નામ “
હું દરેક થાળીમાં વેડફાયેલા ખોરાકમાં શોધું છુ ખાવાવાળા નું નામ

ભરત સૂચક

મારું મારું શું કરે છે હે જીવ

મારું મારું શું કરે છે હે જીવ
અહી મારું શું અને તારું શું?

રૂપનું અભિમાન શું કરે છે હે જીવ
તારું રૂપતો છે અહી ઉડી જવાનું ………….મારું મારું શું કરે છે હે જીવ

કાલે જે હતું બીજાનું તે આજે છે તે તારું
આજે છે જે તારું કાલે તે બીજાનું થવાનું……………મારું મારું શું કરે છે હે જીવ

સ્વાર્થ નાં સબધ છે બધા હે જીવ
સ્વાર્થ વગર નથી કોઈ આવવાનું …………….મારું મારું શું કરે છે હે જીવ

જેને કહે છે તું તારા પોતાના હે જીવ
તે કોઈ તારી સાથે નથી આવવાનું …………..મારું મારું શું કરે છે હે જીવ

મોહમાહ્યા નાં બધન તોડ હે જીવ
તારે તો છે બધુજ ભૂલી જવાનું ……………..મારું મારું શું કરે છે હે જીવ

ખાલી હાથે આવ્યો તો હે જીવ
ખાલી હાથે તારે તો છે જવાનું ………………..મારું મારું શું કરે છે હે જીવ

ભરત સુચક

હું બાંગ્લાદેશી આવ્યો હિદુસ્તાન

હું બાંગ્લાદેશી આવ્યો હિદુસ્તાન
થોડા પૈસા આપી મે બનાવ્યું રેશનકાર્ડ

મત(વોટ) માટે અહી પાગલ નેતા
જોઈને બનાવ્યું મેં વોટીગકાર્ડ

ઝુંપડી તો બનાવી હતી મે
સરકારે આપ્યું મને પાકું મકાન

ભષ્ટનેતા ભષ્ટપ્રજા
થોડા પૈસા આપોતો વેચાઈ સૌનાં ઈમાન

હિન્દુસ્થાનમાં માન નહિ હિન્દુઓનું
મત માટે અહીના નેતા ગાઈ અમારા ગુણ ગાન

ભરત સૂચક

જીવન

જીવન છે ટ્રેનનો ડબ્બો,સાથી મળે રસ્તે રસ્તે,
કોઈ લાંબો સાથ દે,કોઈ છોડી અધવચ્ચે,

જે મળ્યું હતું મને ,તે તકદીર માં હતું મારા ,
જે ના મળ્યું મને ,તેને ભૂલીને જીવતો રહ્યો હું,

જીવનમાં મહોબત છે અને વફાદારી પણ છે ,
નથી તકદીરમાં મારા,આમાંની ક્યાં કોઈ વાત છે,

જીવન છે સુખ દુખનો ઓટલો.સુખ કે દુખ મળે સૌ ને,
ક્યારેક મળે દુખનો તડકો, ક્યારેક સુખ મળે કોઈક ને

ભરત સુચક

ઘર

ઘર મારું જોઇલો જાણે દરિયો
લાગણીની ભરતી અને નફરતની ઓટ છે
દિવાલોમાં મારા બચપનની નોટ છે
ઘરના ખુણે ખુણે મારી બાનો પ્રેમ છે
બહેનોના હાસ્યનો કેવો ખડખડાટ છે
બારી ખોલો તો યાદોનુ તોફાન છે
દિવાનખાનુ જાણે રમતનું મેદાન છે
ભાઇ સાથે કર્યા મે અહી કેટલા યુધ્ધો
શયનખડંમાં તો આરામ જ આરામ છે
જો સ્વર્ગ હોઇ દુનિયામાં તોતે મારુ ઘર છે

ભરત સુચક

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક